Home year1998 સાચી શિવ ઉપાસના

સાચી શિવ ઉપાસના

by Akhand Jyoti Magazine

Loading

તમામ ઉપાસનાઓનો સાર આટલો જ છે – પવિત્ર બનવું અને બીજાનું ભલું કરવું.

જે શિવને દીન-દુ:ખીયામાં, નબળામાં અને રોગીમાં જોઈ શકે છે, તે જ ખરેખરી શિવ ઉપાસના કરે છે અને જે શિવને માત્ર મૂર્તિમાં જ જુએ છે, તેની ઉપાસના તો પ્રાથમિક કહેવાય. માત્ર મંદિરોમાં જ શિવને જોનાર માણસ કરતાં જાતિ, ધર્મ કે સંપ્રદાયનો વિચાર કર્યા વગર દરેક દીન-દુ:ખીયામાં શિવને નિહાળીને તેની સેવા અને સહાય કરનાર માણસ ઉપર શિવ વધારે પ્રસન્ન થાય છે.

એટલા માટે તમે તમારું સમગ્ર જીવન દિન-પ્રતિદિન અવનતિ પામતા કરોડો લોકોના ઉત્થાન પાછળ જ વિતાવવાની પ્રતિજ્ઞા કરો. જ્યાં સુધી લાખો લોકો ભૂખ્યા અને અભણ છે, ત્યાં સુધી એમના આધારે શિક્ષિત બન્યા હોવા છતાં પણ તેમની તરફ ધ્યાન સુધ્ધાં ન આપનારા તમામ માણસોને હું કૃતઘ્ન માનું છું.

મનુષ્યનું આયુષ્ય મર્યાદિત છે અને સંસારના તમામ પદાર્થો નશ્વર-નાશવંત છે. પરંતુ અન્ય માટે જીવતા હોય એને જ ‘જીવંત’ કહેવાય. બાકી બધાને મડદાં જ કહી શકાય.

  • સ્વામી વિવેકાનંદ

યુગ શક્તિ ગાયત્રી, એપ્રિલ ૧૯૯૮

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6

You may also like