Home Gujarati સાચો તપસ્વી કોણ?

સાચો તપસ્વી કોણ?

by Akhand Jyoti Magazine

 એક માણસ બહુ ગરીબ હતો. તે પોતાના કુટુંબનું પાલનપોષણ બહુ મુશ્કેલીથી કરી શકતો હતો, પરંતુ તેણે ખૂબ સખત મહેનત કરી અને ધીરે ધીરે ઘણી સંપત્તિ ભેગી કરી. આ રીતે તે પોતાના ગામમાં સૌથી ધનવાન માણસ બની ગયો, એમ છતાં તેના મનમાં પોતે ધનવાન હોવાનું સહેજ પણ અભિમાન ન હતું. તેને ત્યાં ઘણા નોકરચાકર હતા. તેનો એક છોકરો હવે મોટો થઈ ગયો હતો. તે માણસે પોતાના ઘરની બધી જવાબદારી પોતાના પુત્રને સોંપી દીધી અને પોતે ભગવાનના ભજનપુજનમાં લીન રહેતો. તે માણસ પોતાના ઘરથી થોડેક દૂર આવેલા જંગલમાં એક ઝૂંપડી બનાવીને તપ કરતો હતો અને થોડા થોડા દિવસે ઘરે જઈને પોતાના પુત્રને માર્ગદર્શન પણ આપતો હતો. 

એક દિવસ દેવર્ષિ નારદ તે જંગલમાં થઈને જઈ રહ્યા હતા. એ વખતે તેમની નજર પેલા માણસ પર પડી. આથી તેઓ ત્યાં થોભ્યા અને તેની સાથે વાતચીત કરવા લાગ્યા. પેલા માણસે પોતાની આધ્યાત્મિક સાધના ઉપરાંત પોતાના ઘર, કુટુંબ તથા ધનવૈભવ વિશે પણ વિસ્તારપૂર્વક વાત કરી. તે માણસની તપસ્યામાં કેટલી નિષ્ઠા છે, તે વનમાં રહીને ક્યાંક તપસ્વી હોવાનો ઢોંગ તો નથી કરતો ને ? એ  જાણવા માટે દેવર્ષિએ તેની પરીક્ષા લેવાનો વિચાર કર્યો.

એપહેલી મુલાકાતમાં તો તેઓ તેની ખબર અંતર પૂછીનેજતા રહ્યા, પરંતુ થોડા દિવસો પછી નારદજી ફરીથી તેને મળવા માટે આવ્યા. તેમણે જોયું કે એ માણસ ધ્યાનમાંમગ્ન છે. થોડીવાર પછી પેલા માણસનું ધ્યાન પૂરું થયું ત્યારે દેવર્ષિએ તેને કહ્યું કે તમારા મકાનમાં ભયંકર આગ લાગીછે અને થોડીકવારમાં જ તમારું ધન તથા વૈભવ બળીને રાખ થઈ જશે. નારદજીએ આવું કહ્યું છતાં પણ પેલોમાણસ મંદમંદ હસતો રહ્યો. તે સમત્વભાવથી શાંતિથી – બેસી રહ્યો. તેના ચહેરા પર વિષાદ કે દુખનો કોઈ ભાવ શું ન આવ્યો. તેણે વિનમ્રતાપૂર્વક દેવર્ષિને કહ્યું કે આ ધનવૈભવ મારો નથી. એ બધું ભગવાને જ આપ્યું છે. પ્રભુની ઇરછા હશે તેમજ થશે. ભગવાન જે કાંઈ કરે છે. તે સારું જ કરે છે. ઘેર બીજા બધા લોકો છે તેઓ ધનવૈભવને બચાવી લેશે, હું તેની ચિંતા શા માટે કરું ?

નારદજી તેની વાતો સાંભળીને ત્યાંથી જતા રહ્યા. થોડા દિવસો પછી ફરીથી તેઓ તેને મળવા માટે આવ્યા. એમણે જોયું કે પેલો તપસ્વી તેની ઝૂંપડીમાં ન હતો. દેવર્ષિને એ માણસની સાધનાની સચ્ચાઈ વિશે શંકા જાગી. આથી તેઓ તેને શોધતા શોધતા તેને ગામ ગયા. તે વખતે તે વિસ્તારમાં ભીષણ દુકાળ પડ્યો હતો. બધા લોકો તથા પ્રાણીઓ શું ભૂખથી ટળવળતાં હતાં. ગામમાં પહોંચતાં જ નારદજીએ જોયું કે તે તપસ્વીના ઘરની આગળ ભૂખ્યા તથા ગરીબ લોકોનું મોટું ટોળું જામેલું છે. એ ભીડમાંથી રસ્તો કરીને નારદજી આગળ વધ્યા તો તેમણે જોયું કે પેલો માણસ તપ તથા ધ્યાન છોડીને લોકોને ધન તથા ભોજનસામગ્રી વહેંચી રહ્યો છે. તેને ત્યાંથી કો ખાલી હાથે જતું ન હતું. બધા ખુશ થઈને જતા હતા.

 તે માણસની સેવાભાવના જોઈને નારદજી ખૂબ પ્રસન્ન થયા અને કહ્યું કે વત્સ ! તારી તપસ્યા તો દરેક દૃષ્ટિએ ઉત્તમ છે. અધ્યાત્મને તેં ખરેખર જીવનમાં ઉતાર્યું છે. જેનામાં લોક્સેવા તથા લોકકલ્યાણની ભાવના ન હોય તેને તપસ્વી કહી શકાય નહિ. નારદજીએ તેને કહ્યું કે વત્સ ! સંસારમાં ધન કમાવું છે ખોટું નથી, ધનથી ઘણાં શુભકાર્યો કરી શકાય છે. એનાથી હું લોકો પર ઉપકાર કરી શકાય છે તથા તેમનું કલ્યાણ પણ શું કરી શકાય છે. બૂરાઈ તો ધનના અભિમાનમાં તથા ધનનો મોહ રાખવામાં આવે છે. તને ધનનો મોહ નથી કે તને તારા ધનવૈભવ કે તપસ્યાનું અભિમાન પણ નથી. તું વાસ્તવમાં સાચો અધ્યાત્મવાદી છે. તારા જેવા લોકો માટે વન તથા રાજમહેલ બંને એક સમાન છે. તે તપસ્વીએ દેવર્ષિ નારદનો ખૂબ આદરસત્કાર કર્યો. દેવર્ષિ તેના પર અત્યંત પ્રસન્ન થયા અને તેને આશીર્વાદ આપીને ત્યાંથી તેમણે પ્રસ્થાન કર્યું.

યુગ શક્તિ ગાયત્રી, ઓક્ટોબર ૨૦૨૧

You may also like