એક દિવસ દવલોકમાંથી એક જાહેરાત થઈ, જેણે આકાશ પાતાળ તથા પૃથ્વી ત્રણે લોકોમાં હલચલ મચાવી દીધી. પ્રસારણ આ પ્રકારનું હતું-
આગલા સાત દિવસ સુધીમાં ચિત્રગુપ્તની પ્રયોગશાળાના મુખ્ય દ્વાર પર કોઈ પણ પ્રાણી અસુંદર વસ્તુ આપી તેના સ્થાને સુંદર વસ્તુ પ્રાપ્ત કરી શકશે. શરત એ છે કે તે વિધાતાની સત્તામાં વિશ્વાત રાખતા હોય તેની પરીક્ષા ત્યાં કરી લેવાશે.
બસ પછી પૂછવું જ શું ? બધા પોત-પોતાની બદલવાની વસ્તુઓની સુચી તૈયાર કરવા લાગ્યા. યાદ કરી કરીને બધાએ પોતાની તે વસ્તુઓને લખી લીધી, જે તેમને અરુચિકર અને અસુંદર હતી.
નિશ્ચિત તિથિ પર દેવલોકથી વિમાનો મોકલ્યા, જે સુવિધાપૂર્વક બધાને દેવલોક પહોંચાડવા લાગ્યા. જ્યારે બધા લોકો ત્યાં પહોંચી ગયા તો વિધાતાએ પોતાના ત્રીજા નેત્રની યોગ દૃષ્ટિથી ત્રણે લોકમાં અવલોકન કર્યું કે કોઈ આવવાથી બચ્યું તો નથી ને તેમણે જાણ્યું કે સ્વર્ગ તથા પાતાળમાં કોઈ બાકી નથી રહ્યું, કેવળ પૃથ્વી પર એક મનુષ્ય આરામથી પડેલો પોતાની મસ્તીમાં ડૂબી આનંદમગ્ન છે. પાસે જઈને પૂછ્યું-“શું ! તમે અમારો આદેશ નહતો સાંભળ્યો. તમે પણ ચિત્રગુપ્તના દરબારમાં કેમ નથી જતા અને પોતાની પાસે જે કુરૂપ, કુરુચિપૂર્ણ વસ્તુઓ છે, તેમને બદલી સારી વસ્તુઓ લઈ આવતા, જાણતા નથી કે સારી સુંદરતાની વૃદ્ધિથી સન્માન વધે છે.’’
તે વ્યક્તિ બહુ નમ્ર તથા ગંભીરતાથી બોલ્યો- ‘સાંભળ્યું હતું ભગવાન ! પરંતુ મને તો આપની બનાવેલ આ સૃષ્ટિમાં કંઈ જ અસુંદર લાગતું નથી. જ્યારે બધું આપનું બનાવેલ છે-બધામાં આપની સત્તા વ્યાપેલી છે, તો અસુંદરતા ક્યાં રહી શકે છે, અહીંયા મને તો સૃષ્ટિનું કણ-કણ સુંદર દેખાય છે. પ્રભુ ! તો પછી હું કોઈને અસુંદર કહેવાનું દુ:સાહસ કેવી રીતે કરી શકું ?”
પાછળથી માલૂમ પડયું કે કસોટીમાં કેવળ તે મનુષ્ય જ પાર ઉતર્યો. બાકી બધાને નિરાશ થઈ પાછા ફરવું પડ્યું.
આ હતી એક દાર્શનિકની વિશ્વ-વિજય, જે સંસારની કુરૂપથી કુરૂપ વસ્તુમાં પણ સૌંદર્યનું દર્શન કરે તે સાચો દાર્શનિક છે.
યુગ શક્તિ ગાયત્રી, ઓગસ્ટ ૧૯૯૮
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6