Home year2003 સાચો બ્રહ્મજ્ઞાની

સાચો બ્રહ્મજ્ઞાની

by Akhand Jyoti Magazine

Loading

રાજા જનક મહેલની અગાશીમાં સૂતા હતા. હંસ-હંસી અટારીની ઉપરની દીવાલ પર બેસી વાર્તાલાપ કરવા લાગ્યાં. હંસી બોલી – ‘આ સમયમાં સૌથી મોટો બ્રહ્મજ્ઞાની રાજા જનક છે.’ હંસ વાત કાપતાં બોલ્યો – ‘તું રૈક્યને જાણતી નથી. આ સમયનો સૌથી મોટો બ્રહ્મવેત્તા તે છે.’ હંસીએ પૂછ્યું – ‘આ રૈક્ય કોણ છે ?’ હંસ બોલ્યો – ‘અરે ! એ જ ગાડીવાળો રૈક્ય, જે ગાડી ખેંચીને વજન ઊંચકે છે અને માગ્યા વગર નિર્વાહ કરે છે.’

જનક અર્ધીનંદ્રામાં હતા, તેઓ પક્ષીઓની ભાષા જાણતા હતા. તેથી હંસ-હંસીની વાર્તા ધ્યાનપૂર્વક સાંભળવા માટે પડખું બદલ્યું. અવાજ સાંભળતાં જ યુગ્મ ચોંકી ઊઠ્યું અને ઊડી ગયું. વાત અધૂરી રહી ગઈ.

રાજાની ઊંઘ ઊડી ગઈ. રેક્ય કોણ છે ? ક્યાં રહે છે ? તેની સાથે કઈ રીતે સંપર્ક કરી શકાય ? આ વિચાર તેમને બેચેન કરી રહ્યો હતો. સવાર થતાં જ દરબાર ભરાયો. રાજાએ સભાસદોને ગાડીવાળા રૈક્યની વાત કરી અને શોધી કાઢવાનો આદેશ કર્યો. એકદમ જ દોડધામ થઈ ગઈ.

ઘણી જ મુશ્કેલીપૂર્વકની દોડધામ પછી રૈક્યના સમાચાર મળ્યા. રાજદૂતોએ તેને જનકનગરી આવવાનો અનુરોધ કર્યો. જેનો તેણે અસ્વીકાર કર્યો. મારે રાજા સાથે શું લેવા-દેવા. મારી જવાબદારીનો નિર્વાહ કરું કે જ્યાં ત્યાં ભાગતો ફરું ?

દૂતોએ સમગ્ર વિવરણ રાજા જનકને કહી સંભળાવ્યું, જનક જાતે જ મળવાને ચાલી નીકળ્યા અને જ્યાં રૈક્ય ગાડી ખેંચી-ધકેલી નિર્વાહ કરતા અને સાધના-સેવાનો સમન્વિત ક્રમ ચલાવતા હતા, ત્યાં પહોંચ્યા.

રાજાએ આટલા મોટા બ્રહ્મજ્ઞાનીને આવું કષ્ટસાઘ્ય જીવન જીવતાં જોયા, તો દ્રવિત થઈ ઊઠ્યા. સુવિધા-સાધનો માટે તેને ધનરાશિ રજૂ કરી. અસ્વીકાર કરતાં રૈક્ય બોલ્યા, ‘રાજન્ ! આ દરિદ્રતા નથી, બ્રહ્મવેત્તાનો અપરિગ્રહ છે, જેને ગુમાવી બેસવાથી તો મારા હાથમાંથી બ્રહ્મતેજ પણ ચાલું જશે.’

તત્ત્વજ્ઞાનનાં અનેક મર્મ રહસ્યોને સત્સંગથી જાણ્યા પછી જનક એ વિચાર સાથે પાછા આવ્યા કે વિલાસી નહીં, અપરિગ્રહી જ સાચો બ્રહ્મજ્ઞાની હોઈ શકે છે. તેમને નવી દિશા મળી, તે દિવસથી તેમણે પોતાના હાથે ખેતી કરી, હળ ચલાવવાની નવી યોજના બનાવી અને શ્રમ ઉપાર્જનના આધારે નિર્વાહ કરતા રહી રાજપાટ ચલાવતા રહ્યા.

યુગ શક્તિ ગાયત્રી, ઓક્ટોબર ૨૦૦૩

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6
અમારી વેબસાઈટ સાથે જોડાઓ અને પામો રોચક, પ્રેરણાત્મક પ્રસંગો અને આત્મસુધાર કરે તેવા વિચારો.
www.swadhyay.awgp.org

You may also like