લાલ બહાદુર શાસ્ત્રીજીનાં પત્ની જ્યારે પહેલી વાર પોતાના પતિ સાથે રશિયાની યાત્રાએ જવા તૈયાર થયાં તો તેમને ખૂબ ડર લાગી રહ્યો હતો. તેઓ વિચારી રહ્યાં હતાં કે – હું તો એક સીધી-સાદી ભારતીય ગૃહિણી છું. વિદેશી રીત-રસમોની મને ખબર પણ નથી. ક્યાંક મને એવા પ્રશ્નો કરવામાં ન આવે જેનો હું બરાબર જવાબ ન આપી શકું અને ત્યારે મારા પતિ અથવા દેશના ગૌરવમાં કોઈ કમી ન આવી જાય. તેમણે પોતાનો આ ભય શાસ્ત્રીજી સમક્ષ રજૂ કર્યો.
શાસ્ત્રીજીએ તેમને સમજાવતાં કહ્યું – તમે એમ વિચારીને ચાલો કે તમે પ્રધાનમંત્રીનાં પત્ની નથી પરંતુ ભારતના એક નાગરિકનાં પત્ની છો. તમારે કાંઈ વિશેષ રૂપે તમને ખુદને પ્રસ્તુત કરવાની જરૂર નથી પરંતુ તમે જેવાં છો, એમાં જ તમારે ગૌરવ અનુભવવાની જરૂર છે. તેમણે એવું જ કર્યું. ત્યાંના લોકો સાથે તેમણે સાદગીપૂર્ણ ભારતીય જીવન વિશે વાત કરી અને પોતાના ઉત્તરોથી બધાને સંતુષ્ટ કર્યા.
આનું તાત્પર્ય એ છે કે જો મનુષ્ય પોતે જેવો છે, તેમાં જ ગૌરવ અનુભવવા લાગે તો તેને કોઈ અસુવિધા થતી નથી અને તેની સાચી સરળતા, મજાકનો વિષય ન બનતાં સ્નેહ અને શ્રદ્ધાનું કારણ બને છે. આનાથી ઊલટું આડંબર રચનાર પાપ પણ ભેગું કરે છે અને અસન્માનનું કારણ પણ બને છે.
યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી ૨૦૧૮
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6