Home year1996 સિદ્ધાંતોનું પાલન

સિદ્ધાંતોનું પાલન

by Akhand Jyoti Magazine

Loading

રાજસ્થાનમાં હીરાલાલ શાસ્ત્રી નામના સંસ્કૃતના એક શિક્ષક હતા, તેમને માસિક ૪૫ રૂપિયા પગાર મળતો હતો. ૨૬ વર્ષની વયે તેમની પત્નીનું મૃત્યુ થઈ ગયું, લોકોએ તેમને બીજું લગ્ન કરવાનું કહ્યું, તેમણે કહ્યું કે પહેલી પત્નીની સેવા અને વફાદારીનું ઋણ તો ચૂકવી શક્યો નથી અને તમે બધા બીજું લગ્ન કરવાની વાત કરો છો.
તેઓ નોકરી છોડીને પોતાની પત્નીના ગામમાં જતા રહ્યા અને નિશ્ચય કર્યો કે આ ગામની એક છોકરીએ મારી સેવા અને સહાયતા કરી છે તો હું આ ગામની સેવા કરીશ. આમ વિચારીને તેમણે કન્યાશાળા શરૂ કરવાની ઈચ્છાથી એક વૃક્ષના નીચે છોકરીઓને ભણાવવાનું શરૂ કર્યું, કેટલાક લોકોએ તેમની મજાક પણ કરી, પરંતુ તેઓ પોતાની નિષ્ઠા પર અટલ રહ્યા. આ વાત જોઈને ગામના સજ્જન લોકોએ છાપરું નાખી દીધું અને છોકરીઓ ભણવા લાગી. લોકોએ વિચાર્યું કે જે માણસ કષ્ટ અને મુસીબતો વેઠીને બીજાઓની સુવિધા અને રાષ્ટ્રની પ્રગતિ, ગામની પ્રગતિના માટે કામ કરી રહેલ છે, તેનું નામ માણસના રૂપમાં ભગવાન ગણવું જોઈએ. પછી તો એવું બન્યું કે રૂપિયા-પૈસા, સોના-ચાંદી, લોખંડ-સીમેન્ટ આવતું ગયું અને તે જગ્યા પર વનસ્થલી નામનું વિદ્યાલય રચાઈ ગયું.
ભારતમાં આ મહિલા વિશ્વવિદ્યાલય પહેલા નંબરનું છે, જેમાં હવાઈ જહાજ ઉડાડવાથી લઈને સ્કૂટર ચલાવવાની અને વિવિધ વિષયોની તાલીમ આપવામાં આવે છે. સ્વતંત્રતા પછી જ્યારે પ્રથમ સરકાર રચાઈ ત્યારે આ જ હીરાલાલ શાસ્ત્રીને રાજસ્થાન રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બનાવાયા.

યુગ શક્તિ ગાયત્રી, જુન ૧૯૯૬

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6
અમારી વેબસાઈટ સાથે જોડાઓ અને પામો રોચક, પ્રેરણાત્મક પ્રસંગો અને આત્મસુધાર કરે તેવા વિચારો.
www.swadhyay.awgp.org

You may also like