એક દુઃખી માણસ કોઈ મહાપુરુષ પાસે ગયો અને તેમને સુખી રહેવાનો ઉપાય પૂછવા લાગ્યો.
મહાપુરુષે ઉત્તર આપ્યો. તું કોઈ સુખી વ્યક્તિનું પહેરણ લઈ આવ, તે પહેરીને તું પણ સુખી થઈ જઈશ. દુ:ખી માણસ એવું પહેરણ મેળવવા માટે કેટલીય જગ્યાએ ભટકતો રહ્યો. અંતે તેને એક સાધુ દેખાયો જે પ્રસન્ન ચિત્ત હતો. તેણે એ સાધુ પાસે પહેરણ માગ્યું તો ખબર પડી કે તેની પાસે તો કોઈ વસ્ત્ર જ નથી. તેણે માત્ર એક ધોતી જ પહેરેલી હતી. તેણે પોતાની બધી વાત સાધુને કહી.
સાધુ બોલ્યો – પુત્ર! દુ:ખ તો સંગ્રહમાં જ છે. સુખી તો માત્ર એ જ રહી શકે છે જે અંદરથી નિશ્ચિંત છે અને તેને સંસારમાં કોઈ વસ્તુની કામના નથી. જે નિર્લિપ્ત છે. નિર્વિકાર છે, તે જ સુખી છે. દુઃખી માણસ, દુઃખોનું કારણ સમજી ગયો અને હસતો હસતો મહાપુરુષ પાસે પાછો ફર્યો. તેની પાસેથી બધી વાત જાણીને મહાપુરુષ બોલ્યા, પુત્ર! આ સૂત્ર જ સુખી રહેવાનો ઉપાય છે. તેનું પાલન કરીને બધા જ્ઞાનીજન જીવનભર સુખી રહી શકે છે.
યુગ શક્તિ ગાયત્રી, માર્ચ ૨૦૧૫
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6