એક માણસ સંધિવાના રોગથી પીડાતો હતો. આમ તો તેની પત્ની તેની ખૂબ સેવા કરતી હતી પણ વાણીની કટુતાવશ તે તેની સાથે ઝઘડતી પણ હતી.
એક દિવસ પતિએ તીર્થયાત્રાએ જવાની દરખાસ્ત મૂકી. તેની પત્ની આ સાંભળીને તેના પર વરસી પડી અને બોલી – તમે ઢંગથી ચાલી પણ શકતા નથી તો તીર્થયાત્રામાં તમારી સેવા કોણ કરશે ? પતિએ પત્નીને કહ્યું કે તે તેને સંત એકનાથ પાસે મૂકી આવે, તે તેને જ તીર્થયાત્રા માની લેશે. પત્ની તેને સંત એકનાથ પાસે મૂકીને આવી ગઈ.
એક મહિના સુધી તેનો પતિ સંત એકનાથ પાસે રહ્યો. આ સમય દરમિયાન તેની પત્નીને પોતાના પતિની વારંવાર ચિંતા પણ થતી કે ત્યાં તેનું ધ્યાન કોણ રાખતું હશે ? પરંતુ જ્યારે તે એક મહિના પછી પાછી આવી તો તેણે જોયું કે તેનો પતિ તો પૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો છે. સંત એકનાથે તેની એટલા ભાવથી સેવા કરી કે તે નીરોગી થઈ ગયો.
સંતે તેની પત્નીને કહ્યું “પુત્રી ! તું સેવાભાવી તો છે પરંતુ સેવાનું ફળ મન અને વાણી શુદ્ધ હોવાથી વધારે મળે છે.’’ પત્નીને સંતનું કહેવું સમજાઈ ગયું અને તેનો વ્યવહાર બદલાઈ ગયો.
યુગ શક્તિ ગાયત્રી,એપ્રિલ ૨૦૧૫
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6