સજ્જનતા મોટી છે કે ઈશ્વરની શક્તિ ?
વિક્રમાદિત્યના આ પ્રશ્ન પર સભાસદોના વિભિન્ન મત હતા. કેટલાય દિવસો સુધી વિચાર-વિમર્શ થયા પછી પણ નિર્ણય આવી ન શક્યો.
થોડાક દિવસો વીત્યા. રાજા એક દિવસ પરિભ્રમણ માટે નીકળ્યા. દુર્ભાગ્યે રસ્તામાં કોઈ રખડુ જાતિના જાનવરોના એમના પર આક્રમણના ફળસ્વરૂપે શેષ સહયોગીઓથી એમનો સંબંધ તૂટી ગયો. જંગલમાં તરસથી પીડાતા રાજાનો દમ ઘૂંટાવા લાગ્યો. ક્યાંય પાણી દેખાતું ન હતું. જેમ તેમ એક સાધુની પર્ણકુટિર સુધી પહોંચ્યા. સાધુ સમાધિમાં મગ્ન હતા. ત્યાં પહોંચતાં-પહોંચતાં મહારાજ મૂર્છિત થઈ ઢળી પડયા. પડતાં-પડતાં એમણે પાણી માટે બૂમ પાડી.
થોડા સમય બાદ જ્યારે મૂર્છા જતી રહી, તો મહારાજ વિક્રમાદિત્યે જોયું, ત્યાં સંત એમનું મુખ ધોઈ રહ્યા હતા, પંખો નાંખી રહ્યા હતા અને પાણી પીવડાવી રહ્યા હતા. રાજાએ વિસ્મયથી પૂછ્યું – “તમે મારા માટે સમાધિનો ભંગ કેમ કર્યો, ઉપાસના કેમ બંધ કરી દીધી ?”
સંત મધુર વાણીથી બોલ્યા – “વત્સ ! ભગવાનની ઇચ્છા છે કે એમના સંસારમાં કોઈ દીન-દુઃખી ન રહે, એમની ઇચ્છાપૂર્તિનું મહત્ત્વ વધુ છે.” આ જવાબથી એમનું પૂર્ણ સમાધાન થયું.
સેવા અને સજ્જનતા પણ શક્તિ-સાધનાનું અંગ છે.
યુગ શક્તિ ગાયત્રી, માર્ચ ૧૯૯૯
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6