93
વૈષ્ણવ ભક્ત કુંભનદાસજી એક પાણી ભરેલા વાટકામાં પોતાનું પ્રતિબિંબ જોઈને તિલક લગાવી રહ્યા હતા, ત્યારે મહારાજા માનસિંહ તેમના દર્શનાર્થે આવ્યા, માનસિંહે આ જોઈને સેવકોને મોકલીને રાજમહેલમાંથી રત્નજડિત દર્પણ મંગાવ્યું અને ભક્તરાજને આપતાં કહ્યું- “ આ તુચ્છ ભેટ સ્વીકારો અને આપની જરૂરિયાતની વસ્તુઓની યાદી આપી દો, આપની પાસે પહોંચતી રહેશે.”
કુંભનદાસજી બોલ્યા, “આપ નિશ્ચિંત રહો, મહારાજ. મારે કોઈ વસ્તુની જરૂર નથી. ઘર, પરિવાર અને શરીરની આવશ્યકતા ખેતીમાતા પૂરી કરી દે છે. ઈશ્વરનું ભજન કરવાનાં બધાં સાધનો મારી પાસે છે, હવે બીજી વસ્તુઓનો સંગ્રહ કરીને હું શું કરું ?”
સૌથી વધુ સુખી એ છે, જેની આવશ્યકતાઓ સૌથી ઓછી છે.
યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી ૨૦૦૬
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6