97
હાથી આવી રહ્યો હતો. રસ્તામાં ઊભેલા છોકરાને જોઈને મહાવતે બૂમ પાડી, એ છોકરા, આધો ખસ, હાથી આવી રહ્યો છે.
છોકરો બોલ્યો, હાથીમાં પણ નારાયણ છે પછી હું શું કામ ડરું ? શું કામ આઘો ખસું ? હાથી આવ્યો અને તેને સૂંઢમાં પકડીને એક બાજુ ધકેલી દીધો. થોડુંક વાગ્યું.
છોકરો રોતોરોતો એ મહાત્માજી પાસે ગયો, જેમણે સૌમાં નારાયણ હોવાની વાત કહી હતી. તેણે પૂછયું, જો હાથીમાં પણ નારાયણ હતા, તો તેણે મને શું કામ માર્યો ? સંતે કહ્યું, “બેટા, મહાવતમાં પણ નારાયણ તો હતા, પછી તે તેનું કહ્યું કેમ ન માન્યું ? સૌમાં નારાયણ માનવાનો અર્થ યથોચિત ક્રિયાકલાપ કરવાની વિવેકબુદ્ધિ ત્યાગી દેવી એવો નથી.”
યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી ૨૦૦૬
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6