Home year1996 સ્વર્ગ અને નરક

સ્વર્ગ અને નરક

by Akhand Jyoti Magazine

Loading

શિષ્યવૃંદ ગુરુદેવને સ્વર્ગ-નરકનું વર્ણન પૂછતું રહ્યું. ગુરુદેવે જણાવ્યું, તે બંને આ ધરતી પર છે. કર્મો મુજબ આ જ જીવનમાં મળતાં રહે છે.

શિષ્યોને સમાધાન ન થયું ત્યારે તેમને સાથે લઈને ગુરુ કેટલાય કુટુંબોમાં ગયા અને તેમને કર્મ તથા તેનાં પ્રતિફળના દર્શન કરાવ્યાં.

નરકનું દર્શન કરાવવા તેઓ એક શિકારીના ઘેર ગયા જે જીવહત્યા કરીને પેટનું પાલન કરતો, પરંતુ તે સંપૂર્ણ નિર્ધન હતો. બધા બાળકો કુકર્મી, ઝઘડાખોર અને દુર્ગુણી હતા. ઘરમાં પ્રત્યક્ષ નરક હતું.

બીજું ધર વેશ્યાનું હતું. યુવાનીમાં તે ખૂબ કમાઈ પણ એની સાથે કેટલાયનું પતન કર્યું, પરંતુ આ વૃદ્ધાવસ્થામાં તે અનેક રોગોનો શિકાર બની હતી. તેની નફરત થતી અને ભીખ માગીને પેટનું પાલન કરતી.

ત્રીજું ઘર એક સગૃહસ્થનું હતું. તે સંયમી મહેનતુ ઉદાર અને સદ્ગુણી હતું. સમગ્ર કુટુંબ, સુખી અને સમૃદ્ધ હતું. ઘરમાં સ્નેહ અને સૌજન્યનું વાતાવરણ હતું.

ચોથો પ્રવેશ એક સંતની ઝૂંપડીમાં કર્યો. જોતાવેંત મસ્તી જણાઈ. શિક્ષણ અને માર્ગદર્શન મેળવવા માટે અનેક શ્રેયાર્થીઓ શ્રદ્ધાપૂર્વક તેમના ચરણોમાં બેઠાં હતાં.

ગુરુએ બે નરકના અને બે સ્વર્ગના રૂપ બતાવ્યાં અને શિષ્યોને કહ્યું, “કર્મફળ મુજબ આ બંને પરિસ્થિતિઓને કોઈ પણ જગ્યાએ પ્રત્યક્ષ જોઈ શકાય છે.”

આ ધરતી પર ગૃહસ્થજીવન જ એક પ્રત્યક્ષ સ્વર્ગ છે. ઘરમાં સત્પ્રવૃત્તિઓના બીજ વાવીને મનગમતું વાતાવરણ પેદા કરી શકાય છે.

યુગ શક્તિ ગાયત્રી, ઓગસ્ટ ૧૯૯૬

You may also like