Home year2006 સ્વસ્થ મનનું રહસ્ય

સ્વસ્થ મનનું રહસ્ય

by Akhand Jyoti Magazine

Loading

જે પોતાની જિંદગીમાં કંઈક કરવામાં નિષ્ફળ રહે છે, તે ઘણુંખરું ટીકાકાર બની જાય છે. બીજાની ઊણપો જોવી, નિંદા કરવી એ એમનો સ્વભાવ બની જાય છે. એટલે સુધી કે એવા લોકો પોતાની ખામીઓ, નબળાઈઓનો દોષ પણ બીજાના માથે ઢોળી દે છે. સાચું એ છે કે જીવનપથ પર ચાલવામાં જે અસમર્થ છે, તેઓ રસ્તાની ધાર પર ઊભા રહીને બીજાં ૫૨ પથ્થર ફેંકવા લાગે છે. ધ્યાન રહે, સ્વસ્થ મનવાળી વ્યક્તિ ક્યારેય કોઈની નિદામાં જોડાતી નથી.

લોકમાન્ય તિલકને કોઈએ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, “કેટલીક વખત આપની ખૂબ નિંદાપૂર્ણ ટીકાઓ થાય છે, પણ આપ તો ક્યારેય વિચલિત થતા નથી.” જવાબમાં લોકમાન્ય તિલક હસ્યા અને બોલ્યા, ‘‘નિંદા જ શું કામ, કેટલીક વાર લોકો પ્રશંસા પણ કરે છે.” આમ કહીને તેણે પૂછનારની આંખોમાં ઊંડાણથી જોયું અને બોલ્યા, “આમ તો આ મારી જિંદગીનું રહસ્ય છે, પણ હું આપને બતાવી દઉં છું. નિંદા કરનાર મને શેતાન સમજે છે અને પ્રશંસક મને ભગવાનનો દરજ્જો આપે છે, પણ સત્ય હું જાણું છું અને એ સત્ય છે કે નથી હું શેતાન,નથી ભગવાન. હું તો એક માણસ છું, જેમાં થોડીક ઊણપો છે, થોડીક સા૨૫ છે અને હું મારી ઊણપોને દૂર કરવામાં અને સા૨૫ને વધા૨વામાં લાગેલો રહું છું.”

“એક બીજી વાત પણ છે ” – – લોકમાન્યએ પોતાની વાત આગળ વધારી. “મારી જિંદગીને જ્યારે હું જ સારી રીતે સમજી શક્યો નથી, તો ભલા બીજા કેવી રીતે સમજશે ? એટલા માટે જેટલી જૂઠી એમની નિંદા છે, એટલી જ પ્રશંસા પણ છે. એટલે હું એ બંને વાતોની પરવા ન કરતાં મને પોતાને વધુ સારી રીતે સુધારવાની કોશિશ કરતો રહું છું.”

સાંભળનાર વ્યક્તિને આ વાતો સાંભળીને લોકમાન્ય તિલકના સ્વસ્થ મનનું રહસ્ય સમજાઈ ગયું . તેણે અનુભવ્યું કે સ્વસ્થ મનવાળી વ્યક્તિ નથી કોઈની નિંદા કરતી, નથી કોઈ નિંદા કે પ્રશંસાથી પ્રભાવિત થતી.

યુગ શક્તિ ગાયત્રી, ઓગસ્ટ ૨૦૦૬

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6

You may also like