રાજા જનકની સવારી રાજમાર્ગ ઉપરથી પસાર થઇ રહી હતી. સૈનિકો માર્ગમાં ચાલતાં લોકોને એક બાજુ ખસેડતા હતા.
આગળ જતાં એક વાંકોચૂકો ખોડખાંપણવાળો માણસ મળ્યો. તેને પણ રસ્તામાંથી ખસી જવાનું કહ્યું, પણ તે બોલ્યો, “આ જાહેર રસ્તો છે. અહીં દરેકને ચાલવાનો અધિકાર છે. જો રાજા આટલા લાંબાપહોળા માર્ગ ઉપરથી ચાલી શકતો ન હોય તો કોઇ બીજા રસ્તેથી જાય.
દ્રઢતા ભરેલા શબ્દો સાંભળી સનિકોએ રાજાને કરિયાદ કરી. મહારાજા જનકે વિચાર્યું કે જેનામાં સ્વાભિમાન તથા માનવીય ગૌરવનું આટલું તેજ છે તે ચોકસ કોઈ મહાન વ્યકિત હોવી જોઈએ.
આથી રાજા નમ્રતાપૂર્વક તેની પાસે ગયા. પોતાની સૂક્ષ્મ બુદ્ધિના કારણે તેમની મહાનતાને રાજા પામી ગયા અને તેમને આદર સહિત પોતાના રાજગુરુ બનાવ્યા. આ વ્યકિતને લોકો અષ્ટાવક્રના નામથી જાણે છે.
યુગ શક્તિ ગાયત્રી, નવેમ્બર ૧૯૮૯
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6