Home Gujarati યજ્ઞ પિતા ગાયત્રી માતા ભાગ – 5 Yajna Pita Gaytri Mata Part – 5

યજ્ઞ પિતા ગાયત્રી માતા ભાગ – 5 Yajna Pita Gaytri Mata Part – 5

by

Loading

યજ્ઞિય ભાવના જ દેવપૂજન છે દાન છે.

યજ્ઞની અગ્નિમાં જે કાંઈ હોમીએ છીએ તે બધું બળીને ભસ્મ થયી જાય છે. તો પછી યજ્ઞથી જ સૃષ્ટિની રચના કેવી રીતે થયી ?

પૂજા-પાઠ, કર્મકાંડ બધામાં ક્રિયાની સાથે ભાવના પણ આવશ્યક છે. યજ્ઞમાં પણ એ જ વાત છે. એની સાથે પણ ભાવના, શ્રદ્ધા તથા સક્રિયતા ત્રણેનો સમન્વય જોયીએ ત્યારે જ તેનાથી પૂરો લાભ મળે છે. નહી તો ફકત અગ્નિ સંસ્કારથી જે પ્રભાવ અન્ય પદાર્થ પર પડે છે. તે આપણા બધા પર પડશે.

યજ્ઞનું તાત્પર્ય છે – દેવ પૂજન, દાન, ત્યાગ બલિદાન તથા સંગઠન”.

યજ્ઞમાં આપણે પોતાને પ્રિય ખાદ્ય પદાર્થ તથા મૂલ્યવાન સુગંધિત પૌષ્ટિક દ્રવ્ય અર્પણ કરીયે છીએ. આ રીતે આપણે કોઈને કાંઈ દાન કરીયે છીએ અથાર્ત ત્યાગ એને બલિદાન કરીયે છીએ. આજ યજ્ઞની મૂળ ભાવના છે જે સંસારના બધા જ વિવિધ કાર્યોમાં સ્પષ્ટ દૃષ્ટિગોચર થાય છે.

બાળકનું નિર્માણ કયી રીતે થાય છે? માતા જ તો પોતાના લોહી-માંસનો એક ભાગનો ત્યાગ તેના માટે કરે છે. અસીમ કષ્ટ સહન કરે છે, પોતાનું શરીર નીચોવીને એને દૂધ પીવડાવે છે. કેટલા નિઃસ્વાર્થ ભાવથી એનું પાલન-પોષણ કરે છે. બાળકને સૂકામાં સુવડાવે છે અને પોતે આખી રાત ભીનામાં પડી રહે છે, જો માં આ બધો ત્યાગ અને બલિદાન ન કરે તો શું બાળકનો જન્મ અને જીવન ધારણ સંભવ બની શકે ખરું ? અને જુઓ પિતા પણ એમાં કેટલો ત્યાગ કરે છે – પોતાની કમાણીનો મોટો ભાગ બાળકના પાલન માટે, એની શિક્ષા-દીક્ષા માટે ખર્ચ કરે છે. એની ઉન્નતિ તથા પ્રગતિ માટે દરેક પ્રકારે ત્યાગ અને બલિદાન માટે સદા તત્પર રહે છે.

હવે બોલો મનુષ્યનો જન્મ ભાવનાથી જ થાય છે કે નહી? આ રીતે જ આ સૃષ્ટિની રચના થાય છે.

યજ્ઞને “ભુવનસ્ય નાભિ” (બ્રહ્માંડની નાભિ) કહેવામાં આવે છે. પેહલો યજ્ઞ પુરુષાર્થ સૃષ્ટિ રચના સમયે જ થયો હતો. કથા સર્વવિદિત છે. – વિષ્ણુની નાભિ માંથી કમળની દાંડી પ્રગટી એના વિકાસથી કમળ ખિલ્યું. એ કમળમાં સૃષ્ટિકર્તા બ્રહ્મા પ્રગટ થયા અને સૃષ્ટિક્રમ ચાલવા માંડ્યો. આ એક અલંકારિક વર્ણન છે જેમાં પ્રથમ યજ્ઞિય પુરુષાર્થનો અભ્યાસ કરવામાં આવ્યો છે.

યજ્ઞો વે વિષ્ણુ: – યજ્ઞ જ વિષ્ણુ છે. તથા યજ્ઞને “ભુવનસ્ય નાભી” કહેવાનો મતલબ એ છે કે કમળ તથ્ય સૃષ્ટિકર્તા બ્રહ્માની ઉત્પત્તિ થયી તે દિવ્ય નાભિ જ યજ્ઞ છે. યજ્ઞો વે વિષ્ણુ: – યજ્ઞ જ વિષ્ણુ છે. તથા યજ્ઞને “ભુવનસ્ય નાભી ” કહેવાનો મતલબ એ છે કે કમળ તથ્ય સૃષ્ટિકર્તા બ્રહ્માની ઉત્પત્તિ થયી તે દિવ્ય નાભિ જ યજ્ઞ છે.

યજ્ઞિય પુરુષાર્થની કર્મ પરંપરા આગળ વધી એના અંગ-ઉપાંગ કમળના રૂપમાં વિક્સિત થયા. એની વિકાસ પ્રક્રિયાથી જે કલ્યાણકારી યજ્ઞિય સર્જન શક્તિ બહાર આવી એને જ સૃષ્ટા બ્રહ્માના રૂપમાં ઓળખવામાં આવી.

Reference: યજ્ઞ પિતા ગાયત્રી માતા

You may also like