પ્રખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન બર્લિન વિમાની મથકે એરોપ્લેનમાં બેઠા. થોડીવારમાં તેમણે પોતાની માળા કાઢીને જપ કરવાના શરૂ કર્યા. તેમની બાજુમાં બેઠેલા યુવકે તેમને તુચ્છ તથા હીનભાવથી જોતાં કહ્યું કે આજનો યુગ વિજ્ઞાનનો યુગ છે. આજે આઈન્સ્ટાઈન જેવા વૈજ્ઞાનિકો ખૂબ આગળ વધી ગયા અને તમે માળા જપીને રૂઢિવાદને પ્રોત્સાહન આપી રહ્યા છો. આમ કહીને તેણે તેમની સામે પોતાનું કાર્ડધર્યું અને કહ્યું કે હું અંધવિશ્વાસ દૂર કરનારા વૈજ્ઞાનિકોના મંડળના પ્રમુખ છું. ક્યારેક સમય કાઢીને અમને મળજો. એના જવાબ આઈન્સ્ટાઈને હસીને પોતાનું કાર્ડ તેને આપ્યું. તેમાં તેમનું નામ વાંચતા જ પેલો યુવક છોભીલો પડી ગયો. આઈન્સ્ટાઈને તેને કહ્યું કે મિત્ર! વૈજ્ઞાનિક હોવું અને આધ્યાત્મિક હોવું તે બંને બાબતો વિરોધી નથી. જો આસ્થા ન હોય તો વિજ્ઞાન વિનાશ કરશે, વિકાસ નહિ. આવું સાંભળીને પેલા યુવકે પોતાના જીવનની દિશા બદલી નાંખી.
Reference: યુગ શક્તિ ગાયત્રી , ઓગસ્ટ : 2021