સાધુ આત્માનંદની ઝૂંપડી ગામની પાસે જ હતી. લગભગ દરરોજ સાંજે ગામના લોકો તેમની પાસે જતા અને ઘર્મ-ચર્ચાનો લાભ પ્રાપ્ત કરતા. જ્યારે સંધ્યા ભજનનો સમય થતો ત્યારે, ગામના બે નટખટ છોકરાઓ આવી ચઢતા અને કહેતા, મહાત્મા ! આપની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવા આવ્યા છીએ, પછી ગપ્પાં મારવાનાં શરૂ કરતા. વચ્ચે વચ્ચે સાધુ ખીજય, ગુસ્સે થાય તેવી વાતો પણ કરતા રહેતા. તેમને તો મનોરંજન મળતું, પરંતુ આત્માનંદનો ભજન-પૂજનનો સમય વહી જતો. આ કમ મહિનાઓ સુધી ચાલતો રહ્યો, પરંતુ સાધુ એક દિવસ પણ ગુસ્સે ન થયા. બાળકોની સાથે વાત કરતાં કરતાં પોતે પણ હસતા રહેતા.
ઘણા દિવસો પછી પણ જ્યારે તે નટખટ છોકરાઓ તેમને ગુસ્સે ન કરી શક્યા ત્યારે બંનેને પોતાની જાત ઉપર ક્ષોભ થયો. તેમણે ક્ષમા માગતાં પૂછયું, “મહાત્મા ! અમે જાણી જોઈને તમને ગુસ્સે કરવાનો પ્રયત્ન ર્યો, છતાં પણ તમે ગ્રામ્ય ગુસ્સે ન થયા, ન ખીજાયા.” આત્માનંદ હસતાં હસતાં બોલ્યા, વત્સ! એ હું જ ગુસ્સે થાઉં, તો તમને સૌને શીખવી શું શકું?
Reference: યુગ શક્તિ ગાયત્રી, એપ્રિલ 2000