162
એક વખતે શ્રદ્ધાંજલિ-યજ્ઞ ચાલી રહ્યો હતો. ઘર્મક પ્રવતનની ખૂબ જરૂર જણાતાં બુદ્ધના બધા શિષ્યો પોત-પોતાનાં અનુદાન આપી રહ્યા હતા. જમા કરાવવામાં આવેલી રકમનો હિસાબ કરવામાં આવ્યો. કોનું ઘન સૌથી વઘારે છે તેની પ્રશંસા સાંભળવા માટે બઘા ઉસુક હતા. બિંબિસારની રકમ સૌથી વઘારે હતી. સભામાં બુદ્ધે એક વૃદ્ધાએ આપેલું જળપાત્ર હાથમાં ઉઠાવ્યું અને કહ્યું – “આ વર્ષનું આ સૌથી મોટું દાન છે. વૃદ્ધા પાસે તે બધું જ એણે આપી દીધું છે. હવે તેની પાસે પહેરેલા કપડાં અને માટીના વાસણો જ રહ્યાં છે. જ્યારે બીજઓએ તો પોતાની સંપત્તિનો એક નાનકડો અંશ જ દાનમાં આપ્યો છે.”
Reference: યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી 2002