રાજા ઋષભદેવને સો પુત્રો હતા. તેમણે જાહેર કરી દીધું હતું કે મારા મૃત્યુ પછી સૌથી મોટા પુત્ર ભરતને રાજગાદી પર બેસાડીને બાકીના ૯૯ પુત્રો ગૃહત્યાગ કરીને સંન્યાસી બની જાય.૯૮ પુત્રોએ પિતાની આજ્ઞાને માથે ચઢાવીને સંન્યાસ લઈ લીધો, પરંતુ બાહુબલી સંન્યાસી બનવા તૈયાર ન થયો. તેણે ભારતની સાથે જ્ઞાનની સ્પર્ધા કરાવડાવી. એમાં તે પોતે જીતી ગયો. આથી ભરતને ઈર્ષા થઈ. તેણે બાહુબલીને યુદ્ધ માટે પડકાર ફેક્યો. બાહુબલી ખૂબ શક્તિશાળી હતો. તેણે ભરતને મારવા માટે તલવાર ઉગામી ત્યારે તેને વિચાર આવ્યો કે જો હું મારા ભાઈને મારીને રાજગાદીએ બેસીશ તો રાજ્યની જનતા એવું જ કહેશે કે જે રાજા ગાદીએ બેસવા માટે પોતાના ભાઈનું ખૂન કરી શકે તે અમારી શી સેવા કરશે? આવો વિચાર આવતાં જ તેણે પોતાની મહત્ત્વાકાંક્ષા છોડીને ભરતને રાજગાદી સોંપી દીધી અને તપ કરવા માટે તે જંગલમાં જતો રહ્યો. બાદમાં તે એક તીર્થકર તરીકે પ્રસિદ્ધ થયા.
Reference: યુગ શક્તિ ગાયત્રી, નવેમ્બર- 2021