165
એકવાર અકબર બાદશાહે બીરબલને કહ્યું કે બીરબલ ! તમારે કાળા કોલસાને સફેદ કરી બતાવવાનો છે. એવું સાંભળીને બીરબલ એકદમ મૂંઝાઈ ગયા, પરંતુ બાદશાહનો આદેશ હતો, તેથી એ માટે કોઈ યુક્તિવિચારવા લાગ્યા. તેમણે બાદશાહને કહ્યું કે મને થોડોક સમય આપો. પછી હું કોલસાને સફેદ કરી બતાવીશ.
થોડા દિવસો પછી બીરબલ દરબારમાં ગયા. બીરબલની ચતુરાઈ જોવા માટે બધા આતુર હતા. બીરબલે બધાની સામે કાળા કોલસાને સળગાવ્યો. કોલસો બરાબર સળગી ગયો. પછી જ્યારે તે અંગારો હોલવાઈ ગયો ત્યારે સફેદ રાખમાં ફેરવાઈ ગયો.
બધા સમજી ગયા કે કાળા કોલસાને સફેદ કરવાનો ઉપાય અગ્નિસંસ્કાર વગર બીજો કોઈ નથી. કુસંસ્કારોરૂપી કાળાશને જો દૂર કરીને તેને ઉજ્જવળ બનાવવી હોય તો તપસ્યારૂપી અગ્નિથી જ તે શક્ય બને છે.
Reference: યુગ શક્તિ ગાયત્રી, ડિસેમ્બર 2021