159
રામકૃષણ પરમહંસની માતા વૃદ્ધાવસ્થામાં ગંગાતીર્થ પર રાસમણિના કાલીઘાટ પર રહેવા લાગ્યાં. રાણી રાસમણિના જમાઈએ એમના નિર્વાહ માટેની વ્યવસ્થા કરવાની ઇચ્છા દર્શાવી, તો માતાએ કહ્યું, “ના, મારે કશું જોઇતું નથી. હું મજામાં છું. રોજ સવારે ગંગાસ્નાન કરું છું અને કાલીમાનો પ્રસાદ લઉં છું. મારે માટે આજ ઘણું છે.” એમના ઘણા આગ્રહથી એમણે ફકત બે પૈસાનું પાન મંગાવી એમનો આગ્રહ પૂરો કર્યો. આ સાંભળી તેઓ બોલી ઉઠયા, “હા મા, જે આવો ત્યાગ ન હોત તો પરમહંસદેવ કેવી રીતે જન્મ્યા હોત?”
માતાપિતાના સ્વભાવનો પ્રભાવ સંતાન પર અવશ્ય પડે જ છે.
Reference: યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી -2001