156
અંધકારે એક દિવસ અજવાળાને પૂછ્યું કે ભાઈ અજવાળા ! મેં તારું બહુ નામ સાંભળ્યું છે, પરંતુ કદાપિ આપણી મુલાકાત થઈ શકી નથી. એનું શું કારણ છે?
અજવાળાએ હસીને કહ્યું કે મિત્ર! તું પણ મારું એકરૂપ છે. જ્યાં હું નથી હોતો ત્યાં તું હોય છે.
સાચું તો એ છે કે નિરાશા તથા અંધકારની પોતાની કોઈ સ્વતંત્ર સત્તા હોતી નથી. જેવો પ્રકાશ થાય છે એની સાથે જ અંધકાર પોતાના સામ્રાજ્યને સમેટી લે છે. બરાબર આ જ રીતે જ્યાં ઉત્સાહ હોય ત્યાં નિરાશા ફરકી શકતી નથી.
Reference: યુગ શક્તિ ગાયત્રી, ઓગસ્ટ: 2021