Home Gujarati Dedication – સમર્પણ ભાવ

Dedication – સમર્પણ ભાવ

by

Loading

એક માણસ હનુમાનજી ઉપાસક હતો. એક વખત તે બળદગાડું લઈને ક્યાંક જઈ ૨હયો હતો. ગાડી કાદવ કીચડમાં ફસાઈ છે. તે ત્યાં જ ઉભો રહીને હનુમાન ચાલીત્રાનો પાઠ કરવા લાગ્યો અને ગાડું બહાર નીકળવાની કામના કરવા લાગ્યો. ત્યારે ત્યાં આવી ચડેલ એક પંડિતજીએ કહયું. મિત્ર , હનુમાનજી ન ખબર પડતા પહાડ ઉપાડી લાવ્યા હતા, તું ઓછામાં ઓછું ગાડીને હાથ તો લગાડ , માણસે થોડી તાકાતનો ઉપયોગ, કર્યો અને બળદગાડું બહાર ખેંચીને લઈ ગયો.

દેવતા હોય કે મહાપુરુષ હોય, ત્યાં સુધી તેઓ ફળ નથી આપતા, જયાં સુધી ખુબ ખુદ તે આદર્શોના પરિપાલ માટે કાર્યરત નથી થતો. કર્મવિધાન પર પણ આ જ ત્રિદ્ધાંત લાગુ પડે છે. જ્યારે મનુષ્ય અંતર બળવાન બનાવે, યાચના ભાવ , સમર્પણ ભાવ વધારે ત્યારે જ ઈશ્વર તેનું ફળ આપે,

Reference: યુગ શક્તિ ગાયત્રી, માર્ચ – 2003

You may also like