191
ધ્રુવ ખૂબ નાની ઉંમરે જ ભગવાનની તપસ્યામાં લીન થઈ ગયા હતા. તેમની નિષ્ઠાની કસોટી કરવા દેવર્ષિ નારદે તેમને પૂછ્યું કે વત્સ, જો સંપૂર્ણ જીવન તપસ્યા કર્યા પછી પણ ભગવાન નહિ મળે તો તમે શું કરશો? કુવે જવાબ આપ્યો કે “દેવર્ષિ, મારા જીવનનો ઉદ્દેશ્ય જ તપસ્યા છે. જો મને પરમાત્માનાં દર્શન નહિ થાય તો હું માનીશ કે આ જન્મ આટલા મોટા કામ માટે પૂરતો નથી, તેથી હું ફરીથી બીજો જન્મ લઈને તપ કરવા લાગીશ.” ધ્રુવે આવું કહ્યું ત્યાં તો ભગવાન પ્રગટ થઈ ગયો. આથી જ તેમને ભક્તવત્સલ કહેવામાં આવે છે.
Reference: યુગ શક્તિ ગાયત્રી, જૂન: 2014