એવું કાંઈ ના કરો, જેના કારણે પાછળથી પસ્તાવો કરવો પડે. નકામી વસ્તુઓ મોટા પ્રમાણમાં એકઠી કરી લેવાથી શું લાભ ? જે ઉત્તમ છે તેનો થોડોક સંગ્રહ પણ ઉત્તમ છે.
અવ્યવસ્થિત અને અસંયમી બનીને સો વર્ષ જીવવા કરતાં જ્ઞાન પ્રાપ્ત કરતા રહીળે ધર્મપૂર્વક એક વર્ષ જીવતા રહેવું વધારે સારું છે. ધુમાડો પેદા કરીને મોડે સુધી સળગતા રહેતા અને મેંશ પેદા કરતા અગ્નિ કરતાં થોડીવાર ઉજજવળ પ્રકાશ કાપીને બુઝાઈ જતો અગ્નિ પ્રદશંસનીય છે.
ઢાળવાળી જમીન પર ફેલાયેલું પાણી ઉપરની તરફ ચઢતું નથી, તે જ પ્રમાણે સ્વેચ્છાયાણી મન ન તો સારી વાતો વિયારે છે અને ન સારાં કાર્ય કરે છે. મનને ખોટે માર્ગે જતું રોકવું એ જ સૌથી મોટો પુરુષાર્થ છે. જેણે પોતાની ઉપર સંયમ મેળવ્યો હોય તે આ ત્રિલોકનો સ્વામી છે.
પાપ થોડાંક હોવા છતાં પણ મોટું અનિષ્ટ કરી નાખે છે. આગની નાની સરખી ચિનગારી પણ કિંમતી વસ્તુઓના ઢગલાને બાળીને ભસ્મ કરી નાંખે છે. ઉછેરેલો સાપ ક્યારે પણ ડંખી થાકે છે. મનમાં છુપાયેલું પાપ ગમે ત્યારે આપણા ઉજજવળ જીવનનો નાશ કરી શકે છે.
Reference: યુગ શક્તિ ગાયત્રી, માર્ચ 2002