એક સંતને તેમના શિષ્યોએ પૂછ્યું કે ગુરુદેવ! રામાયણમાં આપણે જોઈએ કે ભગવાન રામજીના અસંખ્ય ભક્તો છે. તેમના ભાઈ લક્ષ્મણ તથા ભારત ઉપરાંત શરભંગ, અગત્સ્ય, ભારદ્વાજ જેવા અનેક ઋષિઓ પણ તેમના ભક્ત છે. આ ઉપરાંત જટાયું, શબરી, નલ-નીલ, અંગદ, વિભીષણ, જાબુવંત જેવા અનેક ભક્તોનું વર્ણન પણ જોવા મળે છે, એમ છતાં ફક્ત હનુમાનજીને જ રામદરબારમાં કેમ સ્થાન મળ્યું?
જવાબમાં સંતે કહ્યું કે વત્સ! હનુમાનજી ભક્તશિરોમણિ છે કારણ કે તેમના રોમેરોમમાં ભગવાન રામનું નામ વ્યાપી ગયું હતું, તેથી તેમની ભક્તિની તુલના કરવી શક્ય નથી. તેમની આત્મિક સ્થિતિનો ખ્યાલ નીચેની પંક્તિઓ પરથી આવી જશે –
રામ માથ, મુકુટ રામ? રામ સિર નયન રામ રામ કાન, નાસ રામી થોડી રામ નામ હૈ? રામ કંઠ, કંધ રામ રામ ભુજા, બાજુબંદી રામ હૃદય અલંકાર, હાર રામ નામ હૈ રામ વસન, જંઘ રામ જાન પૈર રામ નામ હૈ? રામ મન, વચન રામ? રામ ગલા, કટક રામી મારુતિ કે રોમ-રોમી વ્યાપક રામ નામ હૈ
Reference : યુગ શક્તિ ગાયત્રી , જુલાઈ 2021