153
પ્રજાપતિએ વિશ્વકર્મા ને પૃથ્વી પર મોકલ્યા. સાથે એમને બે ઘડા આપ્યા. એમાં એક ખાલી હતો અને બીજો ભરેલો. ભરેલા ઘડામાં સુખ હતું અને ખાલી ઘડામાં થોડું જ્ઞાન હતું. કહેવામાં આવ્યું કે સુખ વહેંચજે અને જ્ઞાન ભેગું કરજે. રસ્તામાં વિશ્વકર્મા ભૂલી ગયા. એમણે જ્ઞાન વહેંચવાનું અને સુખ ભેગું કરવાનું શરૂ કરી દીધું. આ ભૂલની પુનરાવૃત્તિ મનુષ્ય પણ આજ દિન સુધી કરી રહ્યો છે.
Reference: યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી 2002