એક રોગી રાજવૈધ શારંગઘર સમક્ષ પોતાની કથા સંભળાવી રહ્યો હતો. અપચો, બેચેની, અનિંદ્રા, અશકિત જેવાં અનેક દુઃખ તથા ઉપચારમાં ઘણું નાણું વેડફ્યું છતાં કોઈ લાભ ન મળવાના કારણે તે રાજવૈદ્યની પાસે આવ્યો હતો. વૈદ્યરાજે તેને સંયમપૂર્વક જીવન જીવવા તથા આહારવિહારના નિયમોનું પાલન કરવા જણાવ્યું. રોગી બોલ્યો-” આ બધું જ તો હું કરી ચૂકયો છું. આપ મને કોઈ ઔષઘી આપો, જેથી કરી હું અશકિત ઉપર નિયંત્રણ પામી શકું. પૌષ્ટિક આહાર બતાવો તો તે પણ હું લઈ શકું. આપ મને પાછો તેવો સમર્થ બનાવી દો” વૈદ્યરાજ બોલ્યા-વત્સ! તેં સંયમ પાળ્યો હોત તો મારી પાસે આવવાની સ્થિતિ ન આવત, તેં જીવન રસ જ નહીં, જીવવાનું સામર્થ્ય અને ઘન-સંપદા પણ આ કારણે જ ગુમાવ્યાં છે. બાહ્યોપચાર વડે, પૌષ્ટિક આહાર આદિ થી જ સ્વસ્થ બની શકાતું હોત તો વિલાસી-સમર્થમાં કોઈપણ મધુપ્રમેહ-અપચા જેવાના રોગી ન હોત, મૂળ કારણ તમારી અંદર છે, બહાર નહી, પહેલાં પોતાનાં છિદ્રો બંઘ કરો. અમૃતનો સંચય કરો અને પછી જુવો એ શરીર તૈયાર કરવામાં કેવું લાગી પડે છે.
રોગીએ યોગ્ય સમજ મેળવી અને જીવનને નવા માળખામાં ઢાળ્યું. પોતાના બહિરંગ તથા અંતરંગની અપવ્યયી વૃત્તિઓ પર લગામ રાખી અને થોડાક જ સમયમાં સ્વસ્થ-સમર્થ થઈ ગયો.
Reference: યુગ શક્તિ ગાયત્રી, ડિસેમ્બર 2003