એકવાર બ્રહ્મસરોવરે ભગવાન વિષ્ણુને ગંગામાતા વિશે ફરિયાદ કરતાં કહ્યું કે) ભગવાન! આપ માતા ગંગાની અત્યંત પ્રશંસા કરો છો, પરંતુ હું પણ લોકોને શીતળતા આપીને સદ્ગતિ પ્રદાન કરું છું, એમ છતાં આપ કદાપિ મારી પ્રશંસા કેમ કરતા નથી?
બ્રહ્મસરોવરની આવી વાત સાંભળીને વિષ્ણુ ભગવાન ગંભીર થઈ ગયા અને બ્રહ્મસરોવરની જિજ્ઞાસા તથા સમસ્યાનું સમાધાન કરતાં તેને કહ્યું કે વત્સ! ભગવતી ગંગા પોતે નિરંતર વહેતી રહે છે. તે સામેથી બધાંની પાસે જાય છે અને લોકોની તરસ છિપાવે છે તથા તેમને સદ્ગતિ પ્રદાન કરે છે, જ્યારે તું તો ફક્ત જે લોકો પોતે તારી પાસે આવે એમને જ લાભ આપે છે.
હવે બ્રહ્મસરોવરને સમજાયું કે પોતાના કરતાં ગંગાને શા માટે વધારે મહત્ત્વ આપવામાં આવે છે અને તેની પ્રશંસા કરવામાં આવે છે. તેને લાગ્યું કે ગંગા મારા કરતાં ખરેખર મહાન છે. પોતાની અંદર અનેક વિકારો કયા કારણે પેદા થાય છે તે પણ તેને સમજાઈ ગયું.
Reference: યુગ શક્તિ ગાયત્રી , ઓગસ્ટ : 2021