Home Gujarati Importance of Panchatantra stories – પંચતંત્રની વાર્તાઓ નું મહત્વ

Importance of Panchatantra stories – પંચતંત્રની વાર્તાઓ નું મહત્વ

by

Loading

દક્ષિણ ભારતમાં અમરશક્તિ નામનો એક રાજા રાજ્ય કરતો હતો. તેને ત્રણ પુત્રો હતા – બહુશક્તિ, ઉગ્રશક્તિ અને અનંતશક્તિ. તે ત્રણેય મૂર્ખ, નટખટ અને ઉપદ્રવી હતા. પોતાના આવા મહામૂર્ખ પુત્રોના કારણે રાજા ખૂબ ચિંતિત રહેતો હતો.

એક દિવસ રાજાએ ભર્યા દરબારમાં આ ચિંતાપ્રગટ કરી અને તેમને સુધારવાનો રસ્તો બતાવવા માટે વિનંતી કરી. ત્યાં બેઠેલા વિષ્ણુ શર્મા નામના એક વિદ્વાને રાજાને કહ્યું કે મહારાજ ! આપ આ ત્રણેય પુત્રો મને સોપી દો. હું છ મહિનામાં તેમને રાજનીતિમાં પારંગત કરી દઈશ. રાજાએ તેમને પુત્રો સોંપી દીધા.

વિષ્ણુ શર્મા એ ત્રણેય રાજકુમારોને પોતાને ઘેર લઈ ગયા. તેઓ દરરોજ તેમને પશુપક્ષીઓની વાર્તાઓ સંભળાવતા. રાજકુમારોને એ સાંભળવામાં ખૂબ રસ પડતો. મહામંત્રી વિષ્ણુ શર્માએ એ વાતાઓના માધ્યમથી રાજકુમારોને રાજપુત્રો તરીકેની તેમની મર્યાદા નિભાવવાનું પણ શિખવાડ્યું. એના પરિણામે તે રાજકુમારો છ મહિનામાં જ રાજનીતિમાં પ્રવીણ બની ગયા. ત્યાર પછી પંડિત વિષ્ણુ શર્માએ તે રાજકુમારોને રાજા અમરશક્તિને સોંપી દીધા. રાજા અત્યંત પ્રસન્ન થયા. પં. વિષ્ણુ શર્માની એ વાર્તાઓ પંચતંત્રના નામે પ્રસિદ્ધ થઈ

Reference: યુગ શક્તિ ગાયત્રી, નવેમ્બર- 2021

You may also like