143
ભારતવર્ષ પુરાતનકાળથી જ જ્ઞાનનો સાગર રહ્યો છે. પશ્ચિમના જગતમાં ૧૭મી સદી સુધી વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા નથી કરતી, પરંતુ સૂર્ય પૃથ્વીની ચારેય બાજુ ફરે છે. ગેલેલિયોએ આનાથી વિપરીત વાત કરી. એના કારણે તેને મૃત્યુદંડ કરવામાં આવ્યો હતો. ભારતના ઋષિઓએ આદિકાળથી જ એ સત્ય પોતાના ગ્રંથોમાં પ્રકાશિત કરી દીધું હતું. તેને સાબિત કરવામાં આજના વૈજ્ઞાનિકોને આટલો બધો સમય લાગ્યો.
તૈત્તિરીય સંહિતામાં (૩,૪,૧૦) ઋષિ કહે છે કે “મિત્રોદાધાર પૃથિવીમુતદ્યામ્ મિત્ર: કૃષ્ટી” અર્થાત સૂર્યમિત્રની જેમ પૃથ્વીની રક્ષા કરે છે અને સૌરમંડળના કેન્દ્રમાં રહે છે. આજે આપણા આ પુરાતન જ્ઞાનને જાણવાની તથા બધાને જણાવવાની જરૂર છે.
Reference: યુગ શક્તિ ગાયત્રી, જુલાઈ 2021