176
એક કુટુંબમાં વૃદ્ધ, વૃદ્ધા તથા એક બાળક એમ કેવળ ત્રણ સભ્યો હતા. તેમના પર ધ્યા લાવીને શિવ-પાર્વતીએ તેમને એક એક વરદાન માગવાનું કહ્યું. વૃદ્ધ અને વૃદ્ધા ઈર્ષ્યાળુ સ્વભાવના હતાં. વૃદ્ધાએ માંગ્યું-મને સુંદર યુવતી બનાવી દો. સુંદર યુવતીને જોઈને વૃદ્ધ ઈષથી સળગી ઉઠયો અને તેણે વરદાન માંગ્યું કે તેને સુવર (કુંવરી) બનાવી દો. આ જોઈને બાળક રડી ઊઠયું અને તેણે વરદાન માગ્યું કે મારી મા જેવી હતી તેવી જ થઈ જય. ત્રણેનાં વરદાન પૂરાં થયાં અને તોપણ ત્રણેનાં હાથ ખાલી રહ્યા.
Reference: યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી -2002