203
બલિરાજા લોકકલ્યાણ માટે પોતાની તમામ સંપત્તિ ભગવાનને આપી દેવા ઈચ્છતા હતા. શુક્રાચાર્યે તેમને એવું દાન ન કરવા માટે સમજાવ્યા. બલિ સંકલ્પ માટે હાથમાં જળ ન લે એ માટે શુક્રાચાર્ય કમંડળના છિદ્રમાં બેસી ગયા. બલિએ ગુનો ખોટો આદેશ ન માન્યો. તેમણે કમંડળના છિદ્રમાં એક સળી ખોસીને પુણ્યકાર્યમાં અવરોધરૂપ બનેલા ગુરુને કાઢી નાખ્યા. એમાં જ સળી વાગતાં શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. ખરેખર સત્કાર્યના માર્ગમાં અવરોધ ઊભો કરનારની આવી જ દુર્ગતિ થાય છે.
Reference: યુગ શક્તિ ગાયત્રી, સપ્ટેમ્બર: 2021