147
રાજા જનક જ્યારે સભામાં આવ્યા ત્યારે શુકદેવજીએ તેમને પ્રણામ કર્યા. શુકદેવજી સંન્યાસી હતા, જ્યારે જનક ગૃહસ્થ હતા. આથી આવા પ્રતિકૂળ લાગતા વ્યવહારથી સભામાં બધાને નવાઈ લાગી. શુકદેવજી બધાના મનોભાવને સમજી ગયા. તેમના મનનું સમાધાન કરવા માટે તેમણે કહ્યું કે સજ્જનો! મહારાજ જનકે પોતાના સમગ્ર જીવનને જ યોગ બનાવી દીધું છે. તેઓ આદર્શો માટે જીવે છે અને તેમનું પ્રત્યેક કમ ભગવાનને સમર્પિત હોય છે. આથી ખરેખર તેઓ સૌથી મોટા યોગી છે.
Reference: યુગ શક્તિ ગાયત્રી,નવેમ્બર- 2021