141
જીવન અને મૃત્યુમાંથી કોણ મહાન છે એનો વાદવિવાદ ઊભો થયો. જીવને કહ્યું કે મારી જ મહત્તા વધારે છે. તું તો બીજાઓનો નાશ કરવા સિવાય બીજું શું કરે છે?મૃત્યુએ હસીને કહ્યું કે હવેથી હું લોકોના જીવનનું હરણ કરવાનું બંધ કરી દઈશ. આના પરિણામે લોકો અમર થવા લાગ્યા.
અમરત્વ પ્રાપ્ત થતાં જ લોકોની નજરમાં જીવનનું મૂલ્ય ઘટી ગયું અને તેઓ જીવનનો દુરુપયોગ કરવા લાગ્યા. હવે જીવનને પોતાની ભૂલનું ભાન થયું. હવે તેમને બંનેને સમજાયું કે બંને એકબીજાના સહાયક અને પૂરક છે. તેમનું મહત્ત્વ એકબીજાની સાથે રહેવામાં જ છે, એકબીજાનો વિરોધ કરવામાં નથી.
Reference: યુગ શક્તિ ગાયત્રી, સપ્ટેમ્બર: 2021