148
એકવાર મનુ નાવમાં વેદો મૂકીને જઈ રહ્યા હતા. એટલામાં સમુદ્રમાં તોફાન આવ્યું. ઘણીવાર પછી તોફાન શાંત થયું ત્યારે તેમણે જોયું કે એક મોટી માછલી તેમની નાવના સહારે ઊભી હતી. મનુએ વિનમ્રભાવે તેમને કહ્યું કે ભગવન્ ! આપે જ મારી રક્ષા કરી છે. આપ કોણ છો? કૃપા કરીને દર્શન આપીને મને કૃતાર્થ કરો. મત્સ્ય ભગવાન દિવ્યરૂપમાં પ્રગટ થયા અને કહ્યું કે વત્સ!તે જ્ઞાનની રક્ષાનું વ્રત લીધું છે, તેથી તારી મદદ માટે મારે આવવું પડ્યું. બ્રાહ્મણ સંસ્કૃતિનો રક્ષક હોય છે. તેની ઉપર કૃપા વરસાવવા માટે પરમ સત્તા હંમેશાં આતુર રહે છે.
Reference: યુગ શક્તિ ગાયત્રી, ડિસેમ્બર 2021