Home Gujarati Message from Param Vandaniya Mataji – પરમ વંદનીય માતાજી નો સંદેશ

Message from Param Vandaniya Mataji – પરમ વંદનીય માતાજી નો સંદેશ

by

Loading

ગાયત્રીની ઉચ્ચકક્ષાની સાધનામાં અન્નમયકોષ, પ્રાણમયકોષ, વિજ્ઞાનમયકોષ, આનંદમયકોષ વગેરેનું જાગરણ કરવાની વિધિવ્યવસ્થા છે.

તેનું કર્મકાંડ અને વિધિવિધાન સમય આવ્યે ગુરુદેવ પોતે જ બતાવશે. હું તેમની અત્યંત નિકટવર્તી સહચરી હોવાના કારણે હું એટલું જ કહી શકું કે તેમણે પોતાની પાંચેય ઈન્દ્રિયો અને પાંચેય મનઃસંસ્થાનોની શુદ્ધિ કરવા માટે અથાક મહેનત કરી હતી અને નિરંતર પ્રયત્ન કર્યો હતો. તેમણે આ દસેય દેવતાઓને વિનાશના માર્ગે એક ઈંચ પણ આગળ વધવા દીધા નહતા. તેમને પવિત્રતા તથા પ્રખરતાના માર્ગે આગળ વધાયાહતા.

આ રીતે પોતાની આંતરિક દેવશક્તિઓને તેમણે શુદ્ધ તથા પવિત્ર બનાવીને દેવો, મંત્રો તથા પોતાના ગુરુની કૃપા મેળવી હતી. જેમને અનેક અદ્ભુત રિદ્ધિસિદ્ધિઓનું કેન્દ્ર માનવામાં આવે છે તે પાંચેય શક્તિકોષોને જાગ્રત કરવામાં તેઓ સફળ થયા હતા

Reference: યુગ શક્તિ ગાયત્રી, નવેમ્બર- 2021

You may also like