આપણે આપણો ઉદ્ધાર કરવો જોઈએ. પોતાને સુધારીને આત્મનિર્માણ કરવું જોઈએ. આજના કરતાં આવતી કાલે વધારે નિર્મળ તથા વધારે ઉત્કૃષ્ટ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો આપણે આટલું કરી શકીએ તો આપણે માત્ર પોતાનું જ નહિ, સમગ્ર સમાજનું આખા વિશ્વનું હિત કરવાનું શ્રેય પ્રાપ્ત કરી શકીશું. યુગનિર્માણનું કાર્ય વ્યક્તિનિર્માણથી જ શરૂ થાય છે. સંસારની સેવા કરવા ઈચ્છનાર દરેક પરમાર્થીએ પહેલાં આત્મનિર્માણ કરવું જોઈએ અને પછી વિશ્વમાનવની સેવા કરવા માટે તત્પર થવું જોઈએ. સમગ્ર સંસારની સેવા કરવી મુશ્કેલ છે, પરંતુ પોતાની સેવા તો તમે પોતે કરી જ શકો છો. સમગ્ર સંસારને સન્માર્ગ પર ચલાવીને સુખી બનાવવાનું કામ અઘરું લાગતું હોય તો કમ સે કમ તમે પોતાને તો સુખી, સંતુલિત તથા સન્માર્ગગામી બનાવી શકો છો. જે મનુષ્ય પોતે પોતાનો ઉદ્ધાર કરી શકે છે એ જ બીજાઓનો ઉદ્ધાર કરી શકે છે.
Reference: યુગ શક્તિ ગાયત્રી, નવેમ્બર- 2021