153
સમુદ્રની યાત્રા કરીને પાછા ફરેલા યાત્રીએ ડૂબકી લગાવનારને કહ્યું કે “ભાઈ ! હું તો સમુદ્રમાં દૂર દૂર સુધી ફરીને પાછો આવ્યો, પણ મને તો એકેય મોતી ના મળ્યું. પણ તમે તો ડૂબકી મારીને મોતી લઈ આવો છો.” ડૂબકી લગાવનારે જવાબ આપ્યો કે “મિત્ર !! જીવનમાં સફળતા એને મળે છે, જે એક ઉદેશ્ય નક્કી કરી એકાગ્રતાથી પ્રયાસ કરે છે. ‘ નહિ કે લય વગર લાંબી મુસાફરી કરે છે. એવા લોકોને સફળતા મળતી નથી. કીમતી વસ્તુ મેળવવા માટે એને અનુરૂપ મહેનત પણ કરવી પડે છે.
Reference: યુગ શક્તિ ગાયત્રી, જુન 2014