સ્વર્ગલોકમાં ખળભળાટ ફેલાઈ ગયો. સ્વર્ગની શાસન વ્યવસ્થા બગડી રહી હતી. વિષ્ણુ ભગવાન હિરણ્યાક્ષનાં વઘ માટે વારાહ અવતાર ઘરી પૃથ્વી પર આવ્યા હતાં. પ્રયોજન પણ પૂરું થયું, છતાં તેઓ પાછા ન વળ્યાં. એક એક કરીને દેવો આવ્યા અને તેમને પાછા વળવા વિનંતી કરી. પરંત વારાહને કાદવમાં આળોટવું અને મોટા પરિવાર સાથે રહેવાનું એટલું ગમી ગયું હતું કે તે સ્વર્ગ પાછા જવા તૈયાર ન થયા. આવેલા દેવોને નિરાશ થઈ પાછા જવું પડ્યું. વ્યવસ્થા નિયંત્રણ બહાર જતી જોઈ ક્રોધિત થયેલા શિવજીએ વિષ્ણુ ને પાછા લાવવાની જવાબદારી લીધી. તેઓ આવ્યા અને વારાહને પાછા વાળવા અને નિર્ધારિત જવાબદારી પૂરી કરવાની વાત કહી. આની પણ વારાહ ઉપર કોઈ અસર ન થઈ. કોધિત છે ત્રિશૂળ વડે વારાહનું પેટ ચીરી નાંખ્યું અને તેના શરીરને ઉપાડી લાવી સ્વર્ગનાં સિંહાસન પર નાંખ્યું. વિષ્ણુ પોતાનાં અસલ સ્વરૂપમાં આવ્યાં અને દેવતાઓને ઉદેશીને બોલ્યાં – ‘મોહ અત્યંત શક્તિશાળી હોય છે. તે ભગવાનની પણ દુર્ગતિ કરાવી શકે છે. તમે લોકો તેના કુચક્રમાં ફસાતા નહીં અને આત્માને એવી રીતે જ બચાવો જે રીતે શિવે મને બચાવ્યો.”
Reference: યુગ શક્તિ ગાયત્રી, એપ્રિલ 2000