138
સંત એકનાથ કાશીથી ગંગાજળની કાવડ લઈને રામેશ્વરની તીર્થયાત્રાએ નીકળ્યા. માર્ગમાં તેમને તરસના કારણે મરવા પડેલો એક ગધેડો દેખાયો. તે ટળવળી રહ્યો હતો. સંત એકનાથે પોતે લાવેલું ગંગાજળ તે ગધેડાને પિવડાવી દીધું. એ જોઈને તેમના સાથીદારો નારાજ થઈ ગયા અને કહ્યું કે હવે ભગવાન રામેશ્વરમ પર શેનો અભિષેક કરશો? તમારી યાત્રાનો ઉદ્દેશ્ય તો નષ્ટ થઈ ગયો. હવે તમારે ફરીથી બીજું ગંગાજળ લાવવા માટે પાછા જવું પડશે.
સંત એકનાથે કહ્યું કે અરે ભાઈઓ! જરા જુઓ તો ખરા કે હું કેટલો બધો ભાગ્યશાળી છું. સ્વયં મહાદેવે આ રૂપમાં આવીને મારા અભિષેકનો સ્વીકાર કરી લીધો. હવે મારે રામેશ્વરમ્ સુધીની યાત્રા નહિ કરવી પડે.
Reference: યુગ શક્તિ ગાયત્રી, જુલાઈ 2021