149
વિજ્ઞાન જીવતું રહેશે, પરંતુ તેનું નામ ભૌતિકશાનના બદલે આધ્યાત્મિક વિજ્ઞાન થઈ જશે. તેના આધારે આજે જે સમસ્યાઓ બહુ ભયંકર લાગે છે તે ઊકલી જશે. જે જરૂરિયાતોના અભાવના કારણે માણસ અત્યંત ઉદ્વિગ્ન, શંકાશીલ તથા આતંકિત લાગે છે તે બધી જરૂરિયાતોને પ્રકૃતિ જ પૂરી કરી દેશે. પછી યુદ્ધો નહિ થાય, કોઈ રોગચાળો નહિ થાય અને વસ્તીવધારાના કારણે વસ્તુઓની તંગી નહિ પડે તથા એ માટે કોઈ ચિંતા નહિ કરવી પડે. જાગૃત નારીઓ બિનજરૂરી સંતાન પેદા કરવાની પોતે જ ના પાડી દેશે. પોતાની શક્તિને બરબાદ નહિ થવા. તે બચેલી શકિતનો ઉપયોગ સમાજમાં સમૃદ્ધિ તથા સભાવના વધારવા માટે કરશે.
Reference: યુગશક્તિ ગાયત્રી, સપ્ટેમ્બર 2021