જુલાઈ ૧૯૫૫ની એક ઘટના છે. એક ભરચક સડક પર રોમુલોની કારનું ટાયર પંકચર થઈ ગયું. રોમુલો સડક પર જ પૈડું બદલવા લાગ્યા. એ વખતે પાછળથી આવતી એક કાર તેમની સાથે અથડાઈ ગઈ અને તેમના ડાબા પગને કચડી નાંખીને જતી રહી. એમનો પગ કાપી નાંખવો પડ્યો. એ વખતે તેમની ઉંમર ૬૦ વર્ષ હતી. સૈનિક હૉસ્પિટલમાં તેમનો નકલી પગ બેસાડવામાં આવ્યો. તેમણે તે નકલી પગથી ચાલવાનો એવો અભ્યાસ કર્યો કે કોઈને ખબર પણ ન પડે કે તેમનો પગ નકલી છે. દવાખાનામાં સારવાર દરમિયાન તેમને ખબર પડી કે મેક્સિકોમાં આવાછ લાખ અપંગો છે. તેમની સારવાર કરવાની કોઈ વ્યવસ્થા નથી અને તેમને સરકાર તરફથી કોઈ મદદ પણ મળતી નથી. રોમુલોએ સંકલ્પ કર્યો કે હવે હું તે અપંગોની સેવા કરીશ. તેમણે અપંગોનાં અંગોની સારવાર કરવાની સાથે સાથે તેમના પુનવસ માટે પણ એક સંસ્થા ખોલી. તેમણે મરતાં સુધી અપંગોની સેવા કરી.
Reference: યુગ શક્તિ ગાયત્રી, ડિસેમ્બર 2021