149
રામાનુજાચાર્યને તેમના ગુરુએ કેટલીક વિદ્યા શીખવાડી, જ્ઞાનદીક્ષા સંપન કરતાં તેમના આચાર્યએ કહ્યું, “રામાનુજ, નીચા જાતિના લોકોને આ જ્ઞાન ન આપીશ.” આથી રામાનુજ બોલ્યા, “ગુરુદેવ પડેલાને બેઠા કરવામાં જેનો ઉપયોગ ન થાય, એ શિક્ષણ મારે ન જોઈએ.” શિષ્યની વિશાળ ભાવના જોતાં આચાર્યએ સ્વેચ્છાએ તેનો ઉપયોગ કરવાની સ્વીકૃતિ આપી દીધી.
Reference: યુગ શક્તિ ગાયત્રી, ડિસેમ્બર 2003