એકવાર હનુમાનજીની મુલાકાત અજુન સાથે થઈ ગઈ. હનુમાન રામના ભક્ત છે, જ્યારે અર્જુન શ્રીકૃષ્ણના ભક્ત છે. તેમની વચ્ચે વિવાદ થઈ ગયો. હનુમાનજી રામને અને અર્જુન શ્રીકૃષ્ણને શક્તિશાળી બતાવતા હતા. તે વિવાદનો કોઈ ઉકેલ ન આવતાં પરીક્ષા કરવાનો નિશ્ચય કરવામાં આવ્યો. જે હારે તેણે આત્મહત્યા કરી લેવી એવું નક્કી થયું. અને શ્રીકૃષ્ણનું ધ્યાન કર્યું અને સમુદ્ર પર એક વિશાળ પુલ બાંધી દીધો. પછી | હનુમાનજીને કહ્યું કે જો તમારા રામ બળવાન હોય તો આ પુલને તોડી નાખો. જો તેને તોડી નહિ શકો તો રામના પરાક્રમને તુચ્છ માનવામાં આવશે. હનુમાનજી પુલ પર કૂદ્યા.
ભગવાનને જ્યારે આ વાતની ખબર પડી તો તેઓ ચિંતામાં પડી ગયા. તેઓ એ બંનેને કેવી રીતે બચાવવા તેનો વિચાર કરવા લાગ્યા. થોડોક વિચાર કરીને તેઓ પોતે જપુલની નીચે સૂઈ ગયા. હનુમાનજી જેવા પુલ પર કૂધા કે તેમના ભારથી ભગવાનના શરીરને ઈજા થઈ અને લોહી વહેવા લાગ્યું હનુમાનજી શ્રીરામને ઓળખી ગયા અને રડવા લાગ્યા. અને ભગવાન શ્રીકૃષ્ણના રૂપમાં તેમનાં દર્શન કર્યા તો તેઓ પણ તેમની પાસે જઈને વિલાપ કરવા લાગ્યા. ભગવાને કહ્યું, “હું એક જ છું. મારાં રૂપ અનેક છે, તેથી તમારે ઝઘડો કરવો ના જોઈએ.” કોઈ વિવાદ હોય તો વિવેકપૂર્વક તેનો ઉકેલ લાવવો જોઈએ.
Reference: યુગ શક્તિ ગાયત્રી, જૂન: 2014