Home Gujarati Such an effect – જેવી સોબત તેવી અસર

Such an effect – જેવી સોબત તેવી અસર

by

Loading

એક રાજા શિકાર ગુમ થઈ જવાથી તેને શોધતો શોધતો એક સાધુની કુટિરમાં પહોંચ્યો. સાધુએ પૂછ્યું, “રાજન્ ! કયા કારણસર અહીં આગમન થયું ?” ત્યારે રાજાએ કહ્યું, “હું એક હરણનો શિકાર કરતાં કરતાં અહીં પહોંચી ગયો છું. એ હરણ અહીં જ કયાંક છુપાઈ ગયું છે.” સાધએ રાજાનું યથોચિત સ્વાગત કર્યું કેટલાંક સુગંધી ફૂલો રાજા આપ્યાં, પરંતુ તેનું ધનુષ્ય છુપાવી દીધું અને કહાં, “આ ફૂલ રાખો, આ જોતાં જ હરણ મરી જશે.” રાજાએ કહ્યું, “મહારાજ ! મારે કોઈને મારવાં નથી. હત્યા કરવી એ પાપ છે. સોની જિંદગીમાં ફૂલ વિખેરવાં જોઈએ.” થોડી વાર પછી જ્યારે રાજ જવા તૈયાર થયો, તો તેને પોતાનું ધનુષ્ય યાદ આવ્યું. સાધુએ ધનુષ્ય આપી દીધું. ધનુષ્ય હાથમાં લેતાં જ રાજા કહેવા લાગ્યો- બહુ વાર કરી દીધી , હું હવે શિકાર કરીશ.

આ સોબતની અસર છે. સત્સંગ કરવાથી વિચાર બદલવામાં મદદ મળે છે અને જીવનમાં ઉદારતા અને દયાભાવનો વિકાસ થાય છે.

Reference: યુગ શક્તિ ગાયત્રી, ડિસેમ્બર 2003

You may also like