155
સંત વીરજાનંદ તેમની ઝૂંપડીમાં બેઠા હતા. કોઈએ તેનો દરવાજો ખખડાવ્યો. વીરજાનંદજીએ પૂછ્યું કે કોણ છે? તેમણે બેત્રણવાર પૂછવા છતાં પણ સામેથી જ્યારે કોઈ જવાબ ન મળ્યો તો તેઓ બહાર આવ્યા ત્યારે તેમને ખબર પડી કે મૂળશંકર નામનો યુવાન બહાર ઊભો છે.
તેમણે તેને પૂછ્યું કે તું જવાબ કેમ નથી આપતો? ત્યારે મૂળશંકરે કહ્યું કે હું કોણ છું એની મને ખબર જ નથી, તો પછી હું શો જવાબ આપું? સંત વીરજાનંદે પ્રેમથી તેની પીઠ થાબડીને કહ્યું કે આવ બેટા! હું ક્યારનોય તારી જ રાહ જોઈ રહ્યો હતો. દિવ્ય દૃષ્ટિવાળા ગુરુ અને પ્રખર પ્રતિભાવાળા શિષ્યનું મિલન થયું. એ જ મૂળશંકર આગળ જતાં સ્વામી દયાનંદ સરસ્વતી તરીકે પ્રખ્યાત થયા.
Reference: યુગ શક્તિ ગાયત્રી , ઓગસ્ટ : 2021