134
સ્વામી રામકૃષ્ણ પરમહંસ કહેતા હતા કે સાધકોબે પ્રકારના હોય છે- એક વાંદરાના બચ્ચા જેવા અને બીજા બિલાડીના બચ્ચા જેવા. વાંદરાનું બચ્ચું પોતે જ પોતાની માને પકડી રાખે છે. એ જ રીતે કેટલાક સાધકોવિચારે છે કે મારે આટલા જપ કરવા જોઈએ, આટલીવાર સુધી ધ્યાન કરવું જોઈએ, આટલી તપસ્યા કરવી જોઈએ, તો જ મને ઈશ્વર મળશે, પરંતુ બિલાડીનું બચ્ચું પોતે પોતાની માતાને પકડી રાખતું નથી, એ તો પડી રહીનેમિયાઉં-મિયાઉં કરીને માને પોકારે છે. તેની માતને ઊંચકીનેયોગ્ય જગ્યાએ લઈ જાય છે. એ જ રીતે કેટલાક સાધકો પોતે હિસાબ કરીને સાધના કરતા નથી. તેઓતો અત્યંત વ્યાકુળ થઈને ભગવાનને પોકારે છે. તેમનું રુદન સાંભળીને ભગવાન શાંત બેસી શકતા નથી અને છેવટે તેને દર્શન આપે છે. વ્યાકુળ હૃદયથી પરમાત્માને પોકારનારા સાધકો જ સાચા સાધક હોય છે.
Reference: યુગશક્તિ ગાયત્રી, સપ્ટેમ્બર 2021