મનુષ્ય તૈયાર થઈ ગયો ત્યારે તેને વિદાય આપતાં વિધાતાએ કહ્યું તાત! જાવ અને સંસારનાં પ્રાણીઓનું હિત કરતા રહી સ્વર્ગ અને મુક્તિનો માર્ગપ્રશસ્ત કરી, પરંતુ એવું કશું ન કરતાં, જેના લીધે તમારે મૃત્યુ સમયે પસ્તાવું પડે. મનુષ્ય બોલ્યો, ભગવન! એક બીજી કૃપા કરજો કે મને મરતાં પહેલાં અવશ્ય ચેતવણી આપજો, કેમકે જો હું માર્ગમાંથી ભ્રષ્ટ થતો હોઉં તો રોકાઈ જાઉં. તથાસ્તુ કહીને વિધાતાએ મનુષ્યને ધરતી ઉપર મોકલી દીધો. અહીં આવીને મનુષ્ય ઈન્દ્રિય ભોગોમાં પોતાના ખરા લક્ષ્યને ભૂલી ગયો. જેમ જેમ આયુ સમાપ્ત થઈ, કર્મો પ્રમાણે યમદૂત તેને નરક લઈ જવા લાગ્યા, ત્યારે તેણે વિધાતાને ફરિયાદ કરી કે તમે મને મૃત્યુની પહેલાં ચેતવણી કેમ ન આપી?વિધાતા હસ્યા અને બોલ્યા- “૧. તારા હાથ કાંઠા, ૨-દાંત તૂટી ગયા, ૩- આંખોથી ઓછું દેખાવા લાગ્યું ૪-વાળ સફેદ થઈ ગયા, આ ચાર સંકેત આપવા છતાં પણ રોકાયો નહીં તો તેમાં મારો શો વાંક?
Reference: યુગશક્તિ ગાયત્રી, ઓગસ્ટ 2003