174
એક દિવસ પંડિતજીની કથા સાંભળવા એક ડાકુ પણ આવ્યો. પંડિતજી સમજવી રહ્યા હતા ક્ષમા અને અહિંસા મનુષ્યનાં ભૂષણો છે, તેનો ત્યાગ ન કરવો જોઈએ. કથા પૂરી થઈ. પંડિત દક્ષિણા વગેરે લઈને ગામ તરફ ચાલી નીકળ્યા. વચમાં જંગલ આવતું હતું. ત્યાં ડાકુ આવી ચડયો અને પંડિતજીને બધું ધન આપી દેવા માટે કહ્યું. પંડિત નીડર હતા. પાસે લાઠી હતી. તેથી પ્રહાર કરતા માટે ડાકુની તરફ દોડયા. ડાકુ ગભરાઈ ગયો અને તેણે વિનયપૂર્વક કહ્યું, મહારાજ, આપ તો કહી રહ્યા હતા કે ક્ષમા અને અહિંસા મનુષ્યનાં લક્ષણ છે તેમનો ત્યાગ કરવો જોઈએ, પંડિતજીએ કહયું. તે તો સજજનો માટે કહ્યું હતું. તારા જેવા દુષ્ટો માટે તો આ લાઠી જ યોગ્ય છે પંડિતનું રૌદ્ર રૂપ જોઈને ડાકુ ત્યાંથી ભાગી છૂટયો.
Reference: યુગ શક્તિ ગાયત્રી, માર્ચ – 2003